બે ડમ્પર વચ્ચે કાર આવી જતા કારનો બુકડો બોલી ગયો હતોમોરબી : મોરબીના લાલપર નજીક આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ડમ્પર વચ્ચે આવી જતા સ્વીફ્ટ કારનો બુકડો બોલી ગયો છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તરફથી રાવલ પરિવાર જીજે 36 એસી 9413 નંબરની સ્વીફ્ટ કારને મોરબી તરફ આવી રહ્યો હતો. ત્યારે લાલપર નજીક ગોલ્ડ સિરામિકની સામે અકસ્માત નડ્યો હતો. આ કાર બે ડમ્પર વચ્ચે આવી જતા કારનો બુકડો બોલી ગયો હતો. આ કારમાં એક દંપતિ અને તેનું બાળક સવાર હતા. જેમાં ધારાબેન સંજયભાઈ રાવલ નામના મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું છે. બીજી તરફ તેમના પતિ અને બાળકનો બચાવ થયો છે. આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.