માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે રવિવારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તાલુકાના બગસરા, ભાવપર, ભેલા, જશાપર સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું અને ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું.