કારમાં દંપતિ અને તેનું બાળક હતું, મહિલાને ગંભીર ઇજાઓ પહોંચીમોરબી : મોરબીના લાલપર નજીક આજે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે ડમ્પર વચ્ચે આવી જતા સ્વીફ્ટ કારનો બુકડો બોલી ગયો છે. આ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના એક પરિવારની જીજે 36 એસી 9413 નંબરની સ્વીફ્ટ કારને લાલપર નજીક ગોલ્ડ સિરામિકની સામે અકસ્માત નડ્યો છે. આ કાર બે ડમ્પર વચ્ચે આવી જતા કારનો બુકડો બોલી ગયો છે. આ કારમાં એક દંપતિ અને તેનું બાળક સવાર હતા. જેમાંથી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ કારને ક્રેનની મદદથી સાઈડમાં લઈ ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.