ડૉ.માનલ ગઢવીએ ફિઝિશિયન સ્પેશિયલિસ્ટ વિભાગમાં મહિલા કેટેગરીમાં પ્રથમ અને ઓપન કેટેગરીમાં ચોથું સ્થાન હાંસલ કર્યુંમોરબી: મોરબી પોલીસ ડિપાર્ટમેન્ટના પૂર્વ પોલીસ કર્મચારી દિનેશભાઈ ગઢવીની દીકરી ડો. માનલ ગઢવીએ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી ક્લાસ-વનની સ્પર્ધાત્મક પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે. તેમણે ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ (જનરલ મેડિસિન) વિભાગની પરીક્ષામાં મહિલા કેટેગરીમાં પ્રથમ અને ઓપન કેટેગરીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે.તેમણે પ્રાથમિક શિક્ષણ મોરબીની સેન્ટ મેરી હાઈસ્કૂલ ખાતેથી તેમજ ધોરણ 12નો અભ્યાસ રાજકોટની મોદી સ્કૂલમાં ઉચ્ચ માર્ક્સ સાથે પૂર્ણ કરી NEET પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ MBBS માટે રાજકોટની પીડીયુ સરકારી મેડિકલ કોલેજમાંથી પ્રવેશ મેળવ્યો અને બીજા વર્ષે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. માસ્ટર ડિગ્રી (જનરલ મેડિસિન) નો અભ્યાસ અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પૂર્ણ કર્યો હતો.ઉચ્ચ મેડિકલ અભ્યાસ અને તાલીમ બાદ, ડો. માનલ ગઢવીએ GPSC દ્વારા લેવાયેલ આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવીને માત્ર ગઢવી પરિવારનું જ નહીં, પણ સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.