વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ કમાન્ડર સિરામિક ફેકટરીના ગ્રાઉન્ડમાંથી ગત તા.30 સપ્ટેમ્બરના રોજ કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી કાંતિલાલ મહાદેવભાઈ ઘુમલિયા રહે.ભક્તિનગર, ત્રિલોકધામ મંદિર પાછળ, નવલખી રોડ, મોરબી વાળાની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક ચોરી કરી જતા વાહન ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.