મોરબી : મોરબી જીલ્લામાં આજે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે અનેક વિસ્તારોમાં ઝાપટા બાદ સાંજે પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સરકારી ચોપડે રાત્રે 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 20 mm અને માળિયામાં 18 mm વરસાદ નોંધાયો છે.