મંત્રી કાંતિલાલ અમૃતિયાને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોપાઈમોરબી : મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના પ્રભારી તરીકે અંજારના ધારાસભ્ય અને મંત્રી ત્રિકમ બીજલભાઈ છાંગાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મોરબી- માળિયા (મી.)ના ધારાસભ્ય અને મંત્રી કાંતિલાલ અમૃતિયાને કચ્છ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પરિપત્રમાં જણાવાયું છે કે, ફાળવેલ જિલ્લાઓમાં પ્રભારી, સહ પ્રભારી મંત્રીઓએ સમયાંતરે જિલ્લાની મુલાકાત લેવાની રહેશે અને જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નોથી વાકેફ થઈ તેના નિકાલ સંબંધે જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે. વધુમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જિતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલાં જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જિતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.ક્યાં મંત્રીને ક્યાં જીલ્લાના પ્રભારી બનાવાયા ?હર્ષ સંઘવી : વડોદરા, ગાંધીનગરકનુ દેસાઈ : સુરત, નવસારીજીતુ વાઘાણી : અમરેલી, રાજકોટઋષિકેશ પટેલ : અમદાવાદ, વાવ-થરાદકુંવરજી બાવળિયા : પોરબંદર, દેવભૂમિ દ્વારકાનરેશ પટેલ : વલસાડ, તાપીઅર્જુન મોઢવાડિયા : જામનગર, દાહોદપ્રદ્યુમન વાજા : સાબરકાંઠા, જૂનાગઢરમણ સોલંકી : ખેડા, અરવલ્લીઈશ્વર પટેલ : નર્મદાપ્રફુલ પાનેસેરિયા : ભરૂચમનીષા વકીલ : છોટા ઉદેપુરપરષોત્તમ સોલંકી : ગીર સોમનાથકાંતિ અમૃતિયા : કચ્છરમેશ કટારા : પંચમહાલદર્શનાબેન વાઘેલા : સુરેન્દ્રનગરકૌશિક વેકરિયા : ભાવનગર, જૂનાગઢનાસહ પ્રભારીપ્રવીણ માળી : મહેસાણા, નર્મદાના સહ પ્રભારીજયરામ ગામિત : ડાંગત્રિકમ છાંગા : મોરબી, રાજકોટના સહ પ્રભારીકમલેશ પટેલ : બનાસકાંઠા, વડોદરાના સહ પ્રભારીસંજયસિંહ મહિડા : આણંદ, ભરૂચના સહ પ્રભારીપૂનમચંદ બરંડા : મહીસાગર, દાહોદના સહ પ્રભારીસ્વરૂપજી ઠાકોર : પાટણરિવાબા જાડેજા : બોટાદ