મોરબી : મોરબી શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા મહારાણા પ્રતાપ સર્કલથી નેશનલ હાઈવે (NH-૨૭) સુધીના 'ચક્કર રોડ'ના નવીનીકરણ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાની સિવિલ અને સિટી બ્યુટીફિકેશન શાખાએ આ રોડ પર વાઈટ ટોપિંગ ટ્રીટમેન્ટના કામ માટે રૂ. ૬.૯૪ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે.એજન્સીની પસંદગી થતાં જ આ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 10 મીટર પહોળો રોડ બનાવવામાં આવશે. જેમાં સબગ્રેડ લેયરમાં ૨૦૦ M.M. W.B.M. તથા સબ બેઝ લેયરમાં ૧૫૦ M.M. PCC ટ્રીટમેન્ટ અને M35 ગ્રેડ સાથે ૨૫૦ M.M. વાઈટ ટોપિંગની ટ્રીટમેન્ટથી કામ કરાશે. આ નવીન સુવિધાથી આ સુંદર રોડ પર આવેલી સોસાયટીના રહેવાસીઓ તેમજ સમગ્ર શહેરીજનોને મજબૂત અને ટકાઉ રોડની સુવિધા પ્રાપ્ત થશે તેવું મહાપાલિકાની યાદીમાં જણાવાયુ છે.