મોરબી : મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તા. 28-12-2025ના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 થી લઈને 25 વર્ષની દરેક વ્યક્તિ ભાગ લઈ શકશે. આ કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે આજ રોજ તા 1-11-2025ને સવારે 10 કલાકથી ટ્રેડ સેન્ટર, વી.સી. હાઈસ્કૂલ પાછળ મોરબીથી ફોર્મ મેળવી શકશે. નોંધનીય છે કે, આ કોમ્પીટીશનમાં દરેક સ્પર્ધકને શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવે છે. તેમજ નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકને શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે વધારે માહિતી મેળવવા માટે ડાન્સ કોમ્પીટીશન પ્રોગ્રામ ઓર્ગેનાઇઝર રામભાઈ મહેતા મો. નં. 9904798048, તથા પ્રતિકભાઈ મંહિટ મો. નં. 6356262625 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.