હળવદ : મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આજે, શનિવાર, તારીખ 1-11-2025 ના રોજ, હળવદ તાલુકાના માયાપુર ખાતે વિવિધ ગામોના એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભાના સાંસદસભ્ય ચંદુભાઈ સિહોરા અને હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ખાતમુહૂર્ત સમારોહ માયાપુરની સમાજ વાડી ખાતે સવારે 10:00 કલાકે યોજાયો હતો, જેમાં વેગડવાવ - ચંદ્રગઢ રોડ, ચંદ્રગઢ એપ્રોચ રોડ, બુટવડા એપ્રોચ રોડ, દેવપુર એપ્રોચ રોડ, માયાપુર એપ્રોચ રોડ, નવા ટીકર એપ્રોચ રોડ, રાયસંગપર (ગાંધીપુર) એપ્રોચ રોડ અને જૂના અમરાપર - નવા અમરાપર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બુથ પ્રમુખો, શક્તિકેન્દ્ર સંયોજકો, સક્રિય સભ્યો, સામાજિક આગેવાનો, વિવિધ મોરચાના હોદ્દેદારો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ દરેક કાર્યકર્તા મિત્રોએ હાજરી આપી હતી.