મંગલમ ડ્રાયફ્રુટની કંપનીએ વેપારી પાસેથી પૈસા લઈ માલ આપ્યો ન હતો મોરબી : મોરબીના વેપારી હરેશભાઈ હંસરાજ કકાસણીયાએ નવી મુંબઈથી ડ્રાયફ્રુટ મંગાવ્યા હતા પણ માલ ન આવતા તેઓએ ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો. ત્યારે અદાલતે આ કેસની કાર્યવાહી કરતા નવી મુંબઈની પાર્ટી મંગલમ ડ્રાયફ્રુટની કંપનીને મોરબીના વેપારીને રકમ પરત કરવા આદેશ આપ્યો છે. કેસની સમગ્ર વિગત અનુસાર, મોરબીના વેપારી હરેશભાઈ હંસરાજ કકાસણીયાએ નવી મુંબઈથી મંગલમ ડ્રાયફ્રુટ કંપની પાસેથી રૂ. 47,000ના ડ્રાયફ્રુટ મંગાવ્યા હતા અને બેન્ક દ્વારા પેમેન્ટ કર્યું હતું જે સામે પાર્ટીએ સ્વીકારી લીધું હતું. છતાં હરેશભાઈ હંસરાજ કકાસણીયાને માલ આપ્યો ન હતો. હરેશભાઈએ વારંવાર માલની ઉઘરાણી કરેલ તેમ છતાં સંતોષકારક જવાબ ન મળતા તેમને મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના લાલજીભાઈ મહેતા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતા અદાલતે નવી મુંબઈની પાર્ટી મંગલમ ડ્રાયફ્રુટની કંપનીને રૂ. 47,000 તા. 28-3-2023થી 6 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.