મોરબી : મોરબીના નવલખી ક્વાર્ટર રણછોડનગર સામે આવેલા પ્રકાશ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટર ઉભરાઈ રહી હોય આ બાબતે રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવા જણાવ્યું છે.રહીશોએ જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં ભુગર્ભ ગટર ઉભરાતા ગટરના પાણી ઘરમાં, આંગણામાં અને શેરીમાં રોડ પર ભરાય રહે છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે. રોડ કાચો હોવાથી ગટરના પાણી ભરાય રહેતા સતત દુર્ગંધ આવી રહી છે. તેથી તાત્કાલિક ધોરણે ગટરની સમસ્યા હલ કરી રોડનું કામ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.