મોરબી: મોરબીમાં પુસ્તક વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા માટે દર રવિવારે યોજાતું 'પુસ્તક પરબ' આ રવિવારે, 02/11/2025 ના રોજ યોજાશે. વાંચનપ્રેમીઓ માટે આ એક સુવર્ણ તક છે, જ્યાં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સવારે 09:00 થી 11:30 વાગ્યા સુધી સરદાર બાગ, શનાળા રોડ, મોરબી ખાતે 82મું પુસ્તક પરબ યોજાશે. ખાસ લેખક નિકુંજ પટેલ લિખિત પુસ્તક 'કસાબનામા' પણ વાંચન માટે ઉપલબ્ધ રહેશે. તેમજ સરદાર બાગનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હોવાથી, હવેથી 'પુસ્તક પરબ' રાબેતા મુજબ તેના મૂળ સ્થળ સરદાર બાગમાં જ યોજાશે.