મોરબી : મોરબીના સો-ઓરડી સ્થિત રામાપીરના મંદિરની સામે આવેલા ગોકુળના બાલા હનુમાન મંદિરે ગૌ માતાના લાભાર્થે તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.ગોકુળના બાલા હનુમાન ધૂન મંડળ આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આગામી તારીખ 14 નવેમ્બર થી 20 નવેમ્બર સુધી રાત્રે 8:30 થી 11:30 કલાકે યોજાશે. કથાના વક્તા તરીકે મોરબી રામધન આશ્રમના મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી વ્યાસપીઠ પર બિરાજી દરરોજ કથાનું રસપાન કરાવશે. તો આ કથાનો લાભ લેવા સર્વેને જણાવાયું છે.