મોરબી : આજ રોજ ભારતભરમાં સરદાર પટેલની જન્મ જયંતી ઉજવાઈ રહી છે. ત્યારે આજે મોરબીમાં શનાળા ઘુનડા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ માર્ગ પર ધર્મ મંગલ રેસીડેન્સીમાં સોસાયટીના રહીશો દ્વારા સરદાર પટેલની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન એકતાનું પૂતળું એટલે સરદાર પટેલને અગરબત્તી કરી તિલક કરી અને હારતોરા કર્યા અને નારા લગાવ્યા હતા. શ્યામલ ઉપવન, સ્કાય એપાર્ટમેન્ટના રહીશોએ પણ ભેગા મળી ઉજવણી કરી હતી.