મોરબી : નાનાભેલા ખાતે ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નાનાભેલા ગામના વડીલો - યુવાનો - બાળકો દ્વારા ઉત્સાહભેર સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી રામેશ્વર ઢોલ ત્રાસા યુવા મંડળ- નાનાભેલા દ્વારા શ્વાનને લાડુ અને કાગડાઓને ગાંઠીયા ખવડાવી તેમજ પક્ષીઓને ચણ નાખીને ઉજવણી કરવામાં આવશે.