વાંકાનેર: વાંકાનેરમાં ગઈ કાલે તારીખ 30 ઓક્ટોબરના રોજ 220 કેવી વાંકાનેર સબ સ્ટેશન (એસએસ) ખાતે ફરજ બજાવતા લાઇન ઇન્સ્પેક્ટર હરેશભાઈ આર. અગ્રાવત વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય સન્માન સમારંભ ફળેશ્વર મહાદેવની જગ્યામાં યોજાયો હતો.કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન નાયબ ઇજનેર રામાણીએ સંભાળ્યું હતું, જ્યારે નાયબ ઇજનેર પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એચ.જી. વિડજા (વઘાસિયા) અને વાંકાનેર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.નિવૃત્ત કર્મચારી હરેશભાઈ કે જેઓએ 1986 થી 2025 સુધી જેટકોમાં લાંબી સેવા આપી છે, તેમને જેટકો તરફથી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રનું વાંચન વી.બી. જોષીએ કર્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી રામાણીએ હરેશભાઈને ચાંદીનો સિક્કો અર્પણ કર્યો હતો, જ્યારે 220 કેવી વાંકાનેર સ્ટાફ દ્વારા મોમેન્ટો અને શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.મોરબી ડિવિઝનના અધિકારીઓ, નાયબ ઇજનેર, જુનિયર એન્જિનિયરો, તેમજ અ.ગુ.વિ.કા.સંઘના હોદ્દેદારો એમ.કે. ઝાલા અને ઉપાધ્યાયભાઈ નટુભા ઝાલા સહિત પ્રતિનિધિઓ દ્વારા પણ હરેશભાઈનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મહીકા, ઢુવા, જડેશ્વર, મકનસર, વઘાસીયા, ટંકારા, લાલપર સબ સ્ટેશનના સ્ટાફ મિત્રો અને નિવૃત્ત કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પરમારે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે ઉપાધ્યાયએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘોષણ કે.આઈ. ગોસાઈ (મોરબી) દ્વારા કરવામાં આવ્યું અને શ્રી વિડજા સાહેબે આભાર દર્શન કર્યું હતું. સન્માન સમારંભ પૂર્ણ થયા બાદ હરેશભાઈ તરફથી સુંદર સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.