મોરબી : કેશવ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી. મોરબી દ્વારા મોરબી ખાતે આજે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે સોસાયટીના સંયોજક તથા સહકાર ભારતી મોરબી જિલ્લાના અધ્યક્ષ ડી. એમ. બાવરવા, સહ સંયોજક તથા વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા અભિયાન વિભાગ અધ્યક્ષ રમેશભાઈ પંડ્યા, સહકાર ભારતી મોરબી તાલુકા અધ્યક્ષ અને પૂર્વ સરપંચ મનોજભાઈ શેરસીયા, શાખા સમિતિના સભ્ય હરીશભાઈ શેઠ તેમજ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરદાર સાહેબના જીવન, વિચારો અને રાષ્ટ્રપ્રેમથી પ્રેરણા લઈ તેમના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો તથા સ્થાનિક નાગરિકોએ પણ ભાગ લીધો હતો અને સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.