ટંકારા : આજરોજ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમિયાનગરના સરપંચ ભાવેશભાઈ છત્રોલાની આગેવાની હેઠળ ગામના અગ્રણીઓ અને યુવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, સરદાર પટેલના આદર્શોને યાદ કરીને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં વકીલ ગૌરવ છત્રોલા, ઉમેશ છત્રોલા, કરશનભાઈ છત્રોલા, હરેશભાઈ કરમશીભાઈ છત્રોલા, હરેશભાઈ શામજીભાઈ છત્રોલા, રવિત છત્રોલા, પ્રભુલાલ કોરીગા, દુલર્ભજીભાઈ બોરસણીયા, ગોરધનભાઈ ભાડજા સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.