તારીખોમાં નજીવો ફેરફાર: કાર્યક્રમ 1 નવેમ્બરને બદલે 3 નવેમ્બરે સાંજથી શરૂ થશે, 9 નવેમ્બરે કાર્યક્રમની પૂર્ણાહુતિમોરબી : અણધાર્યા કમોસમી વરસાદને કારણે મુલાકાતીઓને મુશ્કેલી ન પડે અને તેમની સગવડ સારી રીતે સચવાય રહે એ ધ્યાનમાં રાખીને પરમ પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મહોત્સવ 3 થી 9 નવેમ્બર દરમ્યાન યોજાશે. મહોત્સવનો શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ 3 નવેમ્બર સોમવારે સાંજે રહેશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મહોત્સવ નિમિત્તે ખાસ ઊભી કરવામાં આવેલી 'જોવા જેવી દુનિયા' ની મુલાકાત 3 થી 9 નવેમ્બર દરમ્યાન સાંજે 04:30 થી રાત્રે 11 વાગ્યા સુધી લઈ શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.