મોરબી : સામાન્ય રીતે લોકો જન્મદિવસની ઉજવણી પશ્ચિમિ સંસ્કૃતિનું અનુકરણ કરી કેક કાપી અને ગિફ્ટની આપ-લે કરીને કરતા હોય છે. પરંતુ મોરબીના નાલંદા કિડ્ઝમાં અભ્યાસ કરતી હિયાના જન્મદિવસની ઉજવણી તેમના પરિવાર દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી. આજે 31 ઓક્ટોબરના રોજ હિયાનો જન્મદિવસ હોય દિવાળીના વેકેશન પહેલા નાલંદા કિડ્ઝના તમામ બાળકોને રંગબેરંગી મજબૂત સિરામિકના ચકલી ઘર આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.