મોરબીની ફાયર ટિમ દોડી ગઈ : પોલીસ અને યુવાનનો પરિવાર પણ ઘટના સ્થળે ટંકારા : ટંકારા નજીક ડેમી-2 ડેમમાં એક યુવાને આજે સાંજે ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ યુવાનની પાણીમાં શોધખોળ ચલાવામાં આવી છે. બીજી તરફ મોરબીથી પણ ફાયરની ટિમ ત્યાં દોડી ગયાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા નજીક રાજકોટ-મોરબી હાઇવે પર ડેમી-2 માં 12 નાલેથી એક 20 વર્ષીય યુવાને આજે પડતું મૂક્યું છે. આ યુવાન લજાઈ ગામનો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પીઆઇ છાસિયાની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ મોરબી ફાયરની ટિમે પણ ઘટના સ્થળે પહોંચી પાણીમાં યુવાનની શોધખોળ ચલાવી છે. આ યુવાનનું બાઇક પણ ત્યાંથી મળી આવ્યું છે. બીજી તરફ યુવાનનો પરિવાર પણ ત્યાં પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.