મોરબી : આગામી તારીખ 2 નવેમ્બર ને રવિવારના રોજ મોરબી ખાતે ડો. હસ્તી આઈ. મહેતાના 195મા એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સ્વ. જયેન્દ્રભાઈ છગનદાસ નિરંજનીના સ્મરણાર્થે દમયંતીબેન જે. નિરંજની, સિદ્ધાર્થ જે. નિરંજનની, મનીષા એસ. નિરંજની, સમૃદ્ધિ એસ, નિરંજની અને સંસ્કૃતિ એસ, નિરંજની (વેક્ટોન ઇન્ટરનેશનલ પ્રા. લિ. મોરબી) પરિવાર દ્વારા કરવામાં આવશે.આ કેમ્પ 2 નવેમ્બર ને રવિવારે સાંજે 4-30 થી 7 વાગ્યા સુધી મોરબીના માળિયા-વનાળીયા મેઈન રોડ પર સો ઓરડી પાછળ ચામુંડા નગર ખાતે વિનોદભાઈ મગનભાઈ પરમારના સ્થળે યોજાશે. જેમાં દર્દીઓને ફ્રી નિદાન તેમજ સારવાર આપવામાં આવશે.