અનુ.જાતિની 11 દીકરીઓના લગ્ન કરાવાશે, ફોર્મ વિતરણ શરૂમોરબી : મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન અને માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુસૂચિત જાતિની 11 દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવ તા.15 ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજવામાં આવશે. આ સમૂહ લગ્નમાં માતા કે પિતા વગરની દીકરીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવ માટેના ફોર્મ મા નાગલ પાન, ભદિયાડ રોડ, નોબેલ સ્કૂલ ખોડીયાર ચેમ્બર, મોરબી-2 ખાતેથી મળી રહેશે. વધુ વિગત માટે મો.9909701973 તથા 9537102327 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.