મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના કોબા વાંઢ વિસ્તારમાંથી આરોપી ફારૂક દિલાવરભાઈ જેડા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 100 લીટર ગરમ આથો, 1600 લીટર ઠંડો આથો, 60 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 54,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જો કે, દરોડા દરમીયાન આરોપી ફારૂક જેડા હાજર નહિ મળી આવતા પોલીસ આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.