મોરબી : વિપશ્યના સાધક સમિતિ મોરબી દ્વારા મોરબીના જુના વિપશ્યી સાધકો માટે દિવાળીના સ્નેહમિલન નિમિત્તે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર આગામી તારીખ 2 નવેમ્બર ને રવિવારના રોજ સવારે 07:30 થી બપોરના 12:30 સુધી યોજાશે. જેમાં બપોરે 12:30 થી 1:00 વાગ્યા સુધી ધર્મ ચર્ચા અને ત્યારબાદ બપોરે 1:00 વાગ્યે ભોજનનું આયોજન કરાવ્યું કરવામાં આવ્યું છે.આ એક દિવસીય શિબિર મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલની બાજુમાં આવેલ રત્નકલા એક્સપોર્ટ (હીરાવાળા ગાંધીના કારખાનામાં) ડોલ્સ એન્ડ ડ્યૂડસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. શિબિરમાં ઉપસ્થિત રહેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઓછામાં ઓછી એક દસ દિવસની શિબિર કરેલ હોય તેવા વિપશ્યી સાધકો આ શિબિરમાં ભાગ લઈ શકશે. રજીસ્ટ્રેશન માટે મો. નં. 9925726611, 9825643623, 990914584, 8264132301, 99134 41134 પર સંપર્ક કરવા જણાવ્યું છે.