જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા તેમજ માતા વીરબાઈ માની રંગોળી બનાવવામાં આવીમોરબી : મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપાની 226મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જલારામ ધામ ખાતે આ ઉજવણી નિમિત્તે પૂ.જલારામ બાપા તેમજ માતુશ્રી વીરબાઈ માઁની રંગોળી બનાવવામાં આવી હતી. આ દરમિયાન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, ભાજપ અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, નાગજીભાઈ, નૈમિષભાઈ પંડીત સહીતનાં અગ્રણીઓએ પૂ.જલારામ બાપાના ચરણોમાં વંદન કર્યા હતા. તેમજ 1 માસમાં અવસાન પામેલ મોરબી લોહાણા સમાજના 13 વડીલો તેમજ અકસ્માતમાં અવસાન પામેલ મોરબી લોહાણા સમાજની દીકરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.