મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી માવઠું પડી રહ્યું છે. જેની સીધી અસર મોરબી માર્કેટિંગ યાર્ડમાં થઈ રહેલી વિવિધ જણસીઓની આવક પર થઈ છે. વરસાદના કારણે મોરબી યાર્ડમાં આજે જણસીઓની નહીંવત્ આવક થવા પામી છે. આજે તારીખ 29 ઓક્ટોબર ને બુધવારે કપાસની આવક બંધ રહી હતી. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઓછી આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 526 રૂપિયા બોલાયા છે. તો તલના 1690, મગફળીના 1150, જીરુના 3640, સોયાબીનના 808 અને ચણાના 1023 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 400, કારેલાના 600, ગુવારના 1000, ભીંડાના 400, ટમેટાના 400, કોબીજના 240, કાકડીના 400, લીંબુના 700, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.