વીસ દિવસ પૂર્વેની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇમોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 2.25 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી જતા ઘટના અંગે 20 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામની સીમમાં સૂઝલોન કંપનીની પવનચક્કીમાંથી ગત તા.7 ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા તસ્કર રૂ.2.25 લાખની કિંમતનો 500 મીટર કોપર વાયરની ચોરી કરી જતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ મેઘુભા પરમાર રહે.વવાણીયા વાળાઓએ ચોરીની ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.