666 ક્વિન્ટલ કપાસની આવક, ભાવ 1554 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયામોરબી : મોરબી જિલ્લા સહિત અનેક જગ્યાએ હાલ વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદી માહોલની વચ્ચે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ સહિતની વિવિધ જણસીઓની આવકમાં ઘટાડો થયો છે. આજે તારીખ 28 ઓક્ટોબર ને મંગળવારે 666 ક્વિન્ટલ 3330 મણ કપાસની આવક થઈ હતી. કપાસના સૌથી ઉંચા ભાવ પ્રતિ મણના 1554 રૂપિયા સુધી બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના સૌથી ઉંચા ભાવ 538 રૂપિયા બોલાયા છે. તો તલના 1822, મગફળીના 1115, જીરુના 3250, સોયાબીનના 800, અડદના 1085 અને કાળા તલના 3430 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 9000, રીંગણાના 400, કારેલાના 600, ગુવારના 1000, ભીંડાના 400, ટમેટાના 400, કોબીજના 240, કાકડીના 460, લીંબુના 700, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 સુધીના બોલાયા હતા.