મોરબી : મોરબીમાં આવતીકાલે બુધવારે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને સભાના સ્થળમાં બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ આ આયોજન પંચાસર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું. જે હવે પંચાસર ચોકડી, સતવારા સમાજ વાડી સામે, નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાશે. જોકે સભાના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. સભા આવતીકાલે 29/10/2025 ને બુધવારના રોજ સાંજે 4 વાગ્યે જ યોજાશે, જે બાબત ધ્યાને લેવા જણાવાયું છે.