મોરબી : સમસ્ત મેરજા પરિવાર દ્વારા તા. 30-10-2025 ને ગુરુવારના રોજ નારણકામાં આવેલ શ્રી બહુચરા માતાજીના મંદિર ખાતે રાજરાજેશ્વરી શ્રી બહુચરા માતાજીનો 21મો વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 29-10-2025ના રોજ સાંજે 5 કલાકે શોભાયાત્રા, સાંજે 7 કલાકે પ્રસાદ, રાત્રે 8 કલાકે રાસ-ગરબા, રાત્રે 10 કલાકે શ્રી બહુચર માતાજીનું મોજનું માંડલું, તા. 30-10-2025ને ગુરુવારના રોજ વહેલી સવારથી મહાયજ્ઞ, સવારે 9 કલાકે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ, બપોરે 11:30 કલાકે બીડું હોમવું તથા બપોરના 12:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો માતાજીના દર્શન કરવા તથા મહાપ્રસાદનો સહપરિવાર લાભ લેવા વનજીભાઈ હરખજીભાઈ મેરજા (મહેન્દ્રનગર) દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.