શિહોરમા પણ પાંચ ઇંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યોમોરબી : અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદભવેલી વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આકાશી આફત ઉતરી આવી છે. ગઈકાલે રાત્રીના સમયે કમોસમી વરસાદે અષાઢી માહોલ સર્જી દેતા ભાવનગરના મહુવામાં પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાથે જ શિહોરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ સાથે રાજ્યના 152 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. જે મુજબ જ રાત્રીના આઠ વાગ્યા બાદ અમરેલી,ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભાવનગરના મહુવાના રાત્રે 8થી 10 દરમિયાન બે કલાકમાં જ સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને આજે સવારે છ વાગ્યા સુધીમાં કુલ પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. એ જ રીતે શિહોરમાં પાંચ ઇંચથી વધુ, તાપીના સોનગઢમાં ચાર ઈંચ, અમરેલીના જાફરાબાદ અને ગીર સોમનાથના ઉનામાં પોણા ચાર ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા ત્રણ ઇંચ, અમરેલીના રાજુલા અને ભાવનગરના પાલીતાણામાં ત્રણ - ત્રણ ઇંચ સહિત રાજ્યના 152 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં ક્યાં કેટલો કમોસમી વરસાદ વરસ્યો