બજારોમાં ચહલ પહલ ફરી દેખાય : નોકરિયાત વર્ગ પણ એક અઠવાડિયાની રજા આજથી ફરી કામે વળગ્યોમોરબી : દિવાળીના એક અઠવાડિયાના મિની વેકેશન બાદ આજથી ધંધા- રોજગાર પુનઃ શરૂ થઈ ગયા છે. બજારોમાં ચહલ-પહલ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત સવારમાં નોકરિયાત વર્ગનું પણ ટ્રાફિક દેખાઈ રહ્યું છે. આમ આજથી તમામ ધંધા-રોજગાર સામાન્ય થતા જોવા મળી રહ્યા છે. ઉત્સવપ્રેમી મોરબીવાસીઓ રજાઓને માણવાની કોઈ તક ચૂકતા નથી. દિવાળીનું અંદાજે એક અઠવાડિયાનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન મોરબીવાસીઓએ રજાઓને આનંદથી માણી છે. હવે આજથી ફરી કામે વળગ્યા છે. જો કે ધંધા-રોજગારમાં ગઈકાલે લાભ પાંચમનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે રવિવાર હોવાથી રજા જેવો જ માહોલ રહ્યો હતો. હવે આજથી મોટાભાગના ધંધા-રોજગાર પુનઃ શરૂ થઈ ગયા છે. બજારોમાં પણ આજથી ચહલ-પહલ જોવા મળી રહી છે. આ સાથે જ સરકારી કચેરીઓ-બેંકો પણ આજથી ફરી ધમધમતી જોવા મળી રહી છે. બીજી તરફ સિરામિક સહિતના ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ પણ સવારે મોટી સંખ્યામાં કામે જતા જોવા મળી રહ્યા હતા. આમ આજથી હવે લોકો સામાન્ય દિવસોની જેમ કામે વળગ્યા છે.