મોરબી અને માળિયા તાલુકાના હેઠવાસના ગામોને એલર્ટ કરાયામોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ હાલ ઓવરફ્લો છે. તેવામાં માવઠાને કારણે પાણીની આવક થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. આ પહેલા સાંજે મચ્છુ-3 ડેમનો પણ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો.મોરબી જીલ્લામાં આજે બપોરથી માવઠું પડી રહ્યું છે. જેને પગલે મચ્છુ-2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. હાલ પાણીની આવક 789 ક્યુસેક છે. જેથી એક દરવાજો 2 ઇંચ ખોલી 108 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ મોરબી તાલુકાના (૧)જોધપર, (૨)લીલાપર, (૩)ભડીયાદ, (૪)ટીંબડી, (૫)ધરમપુર, (૬)રવાપર, (૭)અમરેલી, (૮)વનાળિયા, (૯)ગોર ખીજડીયા, (૧૦)માનસર, (૧૧)નવા સાદુળકા, (૧૨)જુના સાદુળકા, (૧૩) રવાપર નદી, (૧૪)ગુંગણ (૧૫)નારણકા. (૧૬)બહાદુરગઢ, (૧૭) નવા નાગડાવાસ, (૧૮) જુના નાગડાવાસ, (૧૯)સોખડા, (૨૦)અમરનગર તેમજ માળીયા તાલુકાના (૧)વીરવદરકા, (૨)દેરાળા, (૩)નવાગામ, (૪)મેધપર (૫)હરીપર, (૬)મહેન્દ્રગઢ, (૭) ફતેપર, (૮)સોનગઢ,(૯)માળિયા (મી).ને સાવચેત કરવામાં આવ્યા છે.