ગાયત્રીનગર નજીક બે દરોડામાં બે સપ્લાયરના નામ ખુલ્યામોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ પર ગાયત્રીનગર વિસ્તારમાં વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને એક એક બોટલ સાથે ઝડપી લઈ દારૂની બોટલ આપનાર બે શખ્સના નામ ખોલાવી ચાર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં પોલીસે વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં આરોપી રવિ જયંતીભાઈ ચૌહાણ રહે. શ્રધ્ધાપાર્ક વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.696 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂની બોટલ આરોપી મહમદ યુસુફ તલાટ રહે.પંચાસર રોડ વાળા પાસેથી ખરીદી હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં વાવડી રોડ ઉપર ગાયત્રીનગર નજીકથી આરોપી ચંદ્રેશ છગનભાઇ પરમાર રહે.પંચાસર રોડ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 475 સાથે ઝડપી લેતા દારૂની આ બોટલ આરોપી તુલસી હસમુખભાઈ શંખેસરિયા રહે.પંચાસર રોડ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી તુલસીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.