મોરબી: મોરબીમાં વાવડી ચોકડીથી પંચાસર તરફ જતા રોડ પર આવેલી ભૂગર્ભ ગટરની એક કૂંડીનું ઢાંકણું તૂટી જતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ રિપેરિંગની કામગીરી માટે પહોંચી હતી. જ્યારે મહાપાલિકાની ભૂગર્ભ ટીમે કૂંડી ખોલીને કામ શરૂ કર્યું, ત્યારે અંદરથી પથ્થરોની સાથે ભેંસનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ માથું ધડ વગરનું હતું. ભૂગર્ભ ગટરમાં આખું કપાયેલું માથું ક્યાંથી આવ્યું અને કોણે નાખ્યું હશે તે અંગે રહસ્ય ઘેરાયું છે.