મોરબી: મોરબીના જૂના સ્ટેશન નજીક આવેલા પાર્કિંગ વિસ્તારમાં છેલ્લા લગભગ બે દિવસથી એક શ્વાન મૃત હાલતમાં પડ્યું રહેતા મુસાફરો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મૃત શ્વાનના કારણે સમગ્ર વિસ્તારમાં અત્યંત દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી મુસાફરોને ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. દુર્ગંધ એટલી તીવ્ર છે કે મુસાફરોને નાછૂટકે મોઢા પર માસ્ક બાંધીને અથવા રૂમાલ રાખીને અવરજવર કરવી પડે છે. આ બાબતે એસ.ટી. વિભાગ કે મોરબી મહાપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને મૃત શ્વાનને દૂર કરવામાં આવે તેવી મુસાફરોએ માંગ કરી છે.