મોરબીમાં : છેલ્લા 15 વર્ષથી મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ મોરબી અને વન વિભાગ મોરબી દ્વારા તુલસી વિવાહ અંતર્ગત તુલસીના રોપાના વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આજરોજ તારીખ 26 ઓક્ટોબર ને રવિવારના રોજ તુલસી વિવાહ અંતગર્ત મોરબી શહેરમાં તુલસી રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકો તરફથી અદભુત પ્રતિસાદ મળતા માત્ર 3 કલાકમાં જ 1000 થી વધુ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ દર્શાવ્યો હતો અને રોપાને પોતાના ઘરે લઈ ગયા હતા અને તુલસી વિવાહના અવસરે પૂજન કરવામાં આવશે. આ તુલસીના રોપા વિતરણ કાર્યક્રમમાં મયુર નેચર ક્લબ મોરબી, વન વિભાગ અને મોરબી અપડેટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.