ચાર માસ પહેલાના બનાવમાં વાંકાનેર પોલીસની કાર્યવાહીવાંકાનેર : વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સ્વપ્ન લોક સોસાયટીમાં ચારેક માસ પૂર્વે પાણીની મોટરમાંથી વીજશોક લાગતા યુવકનું મૃત્યુ નિપજવા મામલે મકાન માલિકે વાયરિંગમાં બેદરકારી રાખી હોય મૃતકના ભાઈએ મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બંધનબેન્કના નોકરી કરતા અને બંધન બેન્ક દ્વારા ભાડે રાખવામાં આવેલ મકાનમાં રહેતા હાર્દિકભાઈ રાતડીયાનું ગત તા.16 જૂન 2025ના રોજ પાણીની ઇલેક્ટ્રિક મોટરમાંથી શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઇ રાજુભાઇ રાતડીયા ઉ.26 રહે.વઢવાણ, સુરેન્દ્રનગર વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બેંકને મકાન ભાડે આપનાર અજિઝખાન સરવલખાન પઠાણ વિરુદ્ધ મકાનમાં યોગ્ય વાયરિંગ ન રાખનાર મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.