મોરબી : મોરબી તાલુકાના જુના ટીંબડી ગામે મંદિરના શિખર ઉપર કામ કરવા ચડેલા વિજયભાઈ તેજાભાઈ ગમારા ઉ.27 નામનો યુવક ગત તા.21ના રોજ મંદિરના શિખર ઉપરથી નીચે પડી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી ઘેર લાવતી વેળાએ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.