મોરબી: હાલ બિહારમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ છે, ત્યારે સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીના મહત્ત્વના હોદ્દેદારો બિહારના પ્રવાસે છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા તથા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલ ભારતના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બિહારની ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક જવાબદારી આપવામાં આવી છે.હાલ બિહારમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, બિહારના સંગઠન મહામંત્રી છે. ત્યારે મોરબી લોહાણા સમાજના યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય રુચિરભાઈ કારીયાને પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જવાબદારી મળતા તેઓ હાલ બિહારના પટના ખાતે પ્રદેશ કાર્યાલય પર બિહાર પ્રદેશ યુવા મોરચાના પદાધિકારીઓ સાથે સંગઠનાત્મક કાર્યમાં જોડાયા છે.