મોરબી : મોરબીમાં જુના ઘુંટુ રોડ ઉપર સીલ્વરપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં રૂ. ૩.૨૧ લાખના વિદેશી દારૂ સાથે એલસીબીની ટીમે એક શખ્સને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીને ખાનગીરાહે હકીકત મળેલ કે, અલ્પેશભાઈ રમેશભાઈ કોળી રહે. હાલ જુના ઘુંટુ રોડ, સીલ્વર પાર્ક સોસાયટી, મોરબી-ર વાળો તથા રવિભાઇ રમેશભાઈ કોળી એમ બંન્ને ભાગીદારીમાં અલ્પેશભાઈના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જેના આધારે રેડ કરતા અલપેશભાઈને ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની ૭૫૦ મી.લી.ની કંપની સીલ પેક કુલ બોટલો નંગ- ૨૪૦ કિં.રૂ.૩,૨૧,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, જે.પી કણસાગરા સહિતના રોકાયેલ હતા.