મોરબી : આવતીકાલે 26 ઓક્ટોબર ને રવિવારે તુલસી વિવાહ નિમિત્તે મોરબી આપડેટ, મયુર નેચર કલબ તેમજ વન વિભાગ મોરબીના સહયોગથી નિઃશુલ્ક તુલસી રોપાનું વિતરણ કરવામાં આવશે.તુલસી વિવાહ નિમિત્તે મોરબી અપડેટ, મયુર નેચર કલબ મોરબી તેમજ વન વિભાગ મોરબી દ્વારા 26 ઓક્ટોબર ને રવિવારે સવારે 9 કલાકે શનાળા રોડ પર સંદેશ ઓફિસ નીચે, રામચોક, કભીબી બેકરી પાસે નિઃશુલ્ક તુલસીના રોપનું વિતરણ કરવામાં આવશે. વ્યક્તિ દીઠ એક રોપો આપવામાં આવનાર હોય પ્રજાજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.