સુપ્રસિધ્ધ કલાકારોના લાઈવ પ્રોગ્રામ સાથે બાપા સિતારામ ચોક ખાતે મહાઆરતી યોજાશે મોરબી : પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિતે તા. 29-10-2025ને બુધવારના રોજ શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે 2:30 કલાકે શહેરના શ્રી દરિયાલાલ પ્રભુજીના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે. શોભાયાત્રા નહેરુ ગેઈટ ચોક - શાક માર્કેટ - ગાંધીચોક - વસંત પ્લોટ - રવાપર રોડ - બાપા સીતારામ ચોક - નવા બસસ્ટેન્ડ - સરદાર બાગ - અયોધ્યા પુરી રોડ સહીતના વિસ્તારો માં વિવિધ આકર્ષણો સાથે શહેરના રાજમાર્ગો પર ફરી વળશે. વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ પૂ.બાપાનું પૂજન કરવામાં આવશે. બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારોના લાઈવ પર્ફોમન્સ સાથે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવશે. શહેરના નગર દરવાજા ચોક ખાતે તેમજ નવા બસ સ્ટેશન ખાતે મહા આતશબાજી યોજાશે. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપાનો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈમાઁનો વેશ ધારણ કરવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરેથી એકત્ર થયેલ રોટલાનું દ્વારા શોભાયાત્રા દરમિયાન પૂ.વીરબાઈ માઁના રથમાં રોટલા પ્રસાદ વિતરણ કરવામાં આવશે. શહેરના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રામાં જોડાવવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.આ શોભાયાત્રાને સફળ બનાવવા નિલેશભાઈ ખખ્ખર, ભરતભાઈ રાચ્છ, જીતુભાઈ રાજવીર, પરેશભાઈ કાનાબાર, જીતુભાઈ પુજારા, કેતનભાઈ પુજારા, સંજયભાઈ ભોજાણી, નિલેશભાઈ રાજા, ભાવિનભાઈ ખંધેડિયા, ઉદયભાઈ રાજા, જીતેશભાઈ સચદેવ, તેજસ બારા, જય કક્કડ, રવિ કોટેચા, રોનક કારિયા, વિરેન પુજારા, સચિન કાનાબાર, નેહલ કોટક, જીજ્ઞેશ પોપટ, ધવલ રાજા, પાર્થ સેતા, વિપુલ વી. પંડિત, કુલદીપ રાજા, નિખિલ પોપટ, જય ભોજાણી, જતીનભાઈ કારિયા, જય મીરાણી, પ્રતીક રાચ્છ, સાગર જોબનપુત્રા, દર્શન પુજારા, સુનીલ પુજારા, લખન કક્કડ, નિમિશ કોટક, યજ્ઞેશ સોમૈયા, સાગર રાજા, પ્રતીક હાલાણી, જતીનભાઈ ખખ્ખર, હાર્દિક પોપટ, બિનીત બુદ્ધદેવ, સાગર મીરાણી, જીગ્નેશભાઈ ખખ્ખર, જનક ચંડીભમર, કુલદીપ ચંડીભમર, ચેતનભાઈ ચંડીભમર, પ્રિયાંક પંડિત, મેહુલ પુજારા, આનંદ સેતા, અમિત પંડિત, પરિમલ ઠક્કર, અજયભાઈ કોટક, ભાવિન ભગદેવ, હાર્દિક કારિયા, નિશાંત જોબનપુત્રા, રવિ ખખ્ખર, ઓમ પુજારા, અજય (ભાણાભાઈ દલાલ) સહિતનાં શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયુ છે.