મોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ મફતિયાપરામાં ગત તા.18ના રોજ ઘેર કલરકામ ચાલુ હોય તે દરમિયાન મનીષા પંકજભાઈ વિકાણી ઉ.6 નામની બાળકી કલરમાં નાખવાનું કેમિકલ પી જતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.24ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.