હવામાન વિભાગે હળવો, મધ્યમ વરસાદ વરસવા અંગે યલો એલર્ટ આપ્યુંમોરબી : અરબી સમુદ્રમાં ગોવાથી 360 કિલોમીટર દૂર સર્જાયેલ ડિપ્રેશનને કારણે આવતીકાલથી ત્રણ દિવસ માટે રાજ્યમાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં હળવા - મધ્યમ વરસાદ અંગે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણને કારણે હવામાનમાં બદલાવ આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડિપ્રેશનને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવો, મધ્યમ અને કેટલાક વિસ્તારમાં ભારે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતીકાલે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ તેમજ મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં હળવો- મધ્યમ વરસાદ વરસવાની તેમજ રવિવારે મોરબી સહિતના જીલ્લામાં ભારે કમોસમી વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.