મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વજેપર વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે આરોપી પ્રદીપ દેવકરણભાઈ ચાવડાના રહેણાંકમાં દરોડો પાડી તલાશી લેતા ઘરમાંથી વિદેશી દારૂની છ બોટલ કિંમત રૂપિયા 4176 મળી આવી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી પ્રદીપ હાજર નહિ મળી આવતા પોલીસે પ્રદીપને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.