મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વજેપર શેરી નંબર 23માં આવેલ સરદારજીના બંગલા નજીક દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આરોપી રાજ ઉર્ફે જિગલો ભીમજીભાઈ આદ્રેશા રહે.વજેપર વાળાને ઝડપી લઈ દેશી દારૂનો આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત રૂ.1400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા દેશી દારૂની આ ભઠ્ઠી આરોપી સુરેશ ઉર્ફે સુડો લક્ષ્મણભાઈ થરેશા રહે.વજેપર વાળાની હોવાનું અને આરોપી રોજમદાર તરીકે કામ કરતો હોવાનું કબુલતા પોલીસે સુરેશ ઉર્ફે સુડાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.