વડીલ વંદના, અન્નકૂટ, મહાપ્રસાદ, મહાઆરતી, જલારામ બાપાનું પૂજન સહિતના કાર્યક્રમો યોજાશેમોરબી : આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવારના રોજ મોરબીમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. મોરબીમાં લોહાણા મહાજન મોરબી, જલારામધામ સહિતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા સપ્તવિધ કાર્યક્રમો દ્વારા જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવશે.જલારામ જયંતીના પાવન દિવસે મોરબીમાં પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન, વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ, મહાઆરતી, મહાપ્રસાદ, પૂજ્ય જલારામ બાપાનું પૂજન તેમજ એક સરપ્રાઈઝ કાર્યક્રમનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા લોહાણા મહાજનની આગેવાનીમાં પહેલા શોભાયાત્રાનું આયોજન કરવાનું હતું પરંતુ છેલ્લા એક મહિનામાં સમાજના 12 જેટલા વડીલો અવસાન પામ્યા છે તેથી શોભાયાત્રાના બદલે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 60 વર્ષથી વધુની વયના લોહાણા સમાજના વડીલોની વંદના અને તેઓનું સન્માન કરવામાં આવશે.